આવડત -અણઆવડત વચ્ચે ગૂંચવાતી સ્ત્રી
- Home
- આવડત -અણઆવડત વચ્ચે ગૂંચવાતી સ્ત્રી
અનામિકા પોતાની ઓફિસની મિટિંગ પતાવી ને બસ ઘરે જવાની તૈયારી કરતી હતી, વારે વારે ઘડિયાળમાં જોતી હતી એમના એક જુનિયર એ આવી ને એમને કીધું કે મેડમ કોફી પીશો ? અસમંજસ માં અટવાયેલી અનામિકા એ કીધું કે ના ના મારે કોફી ની જરૂર નથી. ઓફિસમાં સૌના પરસેવા ઉડાવનાર અને એને જોઈને સૌના પરસેવા છૂટી જાય એવી અનામિકા આજે ઘડિયાળમાં જોઈને એને પરસેવા છુટતા હતા.
ઓફિસમાં વારાફરતી દરેક એમ્પ્લોય એમને જોવા આવતો હતો. થોડા સમયમાં અનામિકાને પરિસ્થિતિ સમજતા એને વોશરૂમ માં જઈને મોઢું ધોયું અને ફ્રેશ થઇ.
થોડી વાર માં પ્યુન આવ્યો અને એને કીધું કે મેમ મિસ્ટર ચઢ્ઢા આવી ગયા છે, અને ઉતાવળમાં એના થી બોલાઈ ગયું કે એમને ફાટફાટ મોકલી દો અંદર કેટલી વાર કરી એમને, રોજ કામ માં પોરવાયેલી અને હંમેશા શાંતિ અને હળવાશથી અને કામમાં જ રહેવાવાળી અનામિકા નો આવો વ્યવહાર જોઈને સૌ કોઈ ગુંચવાયેલા હતા.
ફટાફટ કામ પતાવી ને ઓફિશની બહાર દોડી ને અનામિકા ગાડીમાં બેસી અને ડ્રાઇવરને ગાડી ઘરે લઇ જવા કીધું.
પછી થી ખબર પડી કે એ એના ઘરે એના સાસુ અને પતિ દ્વારા ઘર સંભાળતા નથી આવડતું એની ફરિયાદ કરવામાટે એના માતા પિતા ને બોલાવ્યા હતા. અને આ આનામાઇક એટલે એક જાણીતી ( કોઈની અંગત જિંદગી જાહેરમાં ના ચર્ચાય એ આશયથી નામ ગોપનીય રાખ્યું છે ) કંપનીની સીઈઓ જે મહિને સાડા સાત લાખનું પેકેજ લે છે અને એકલ હાથે છેલ્લા એક વર્ષમાં કંપનીના વિકાસમા 15% નો વધારો કરી આપ્યો છે.
જો અનામિકા યુરોપની હોત તો આ કેસ માં એને કહી જ દીધું હોય કે જો એ તારા માં બાપ ને ફાવે તો રહે અને ના ફાવે તો આવે નહિ, તે મારી સાથે લગ્ન કર્યા છે, કોઈ સર્વ કરવાનો એગ્રીમેન્ટ નથી કર્યો, પણ દુઃખદ આ કેશમાં અનામિકા ભારતીય અને એમાં પણ એ ગુજરાતી હોય છે.
****************
*********************
સ્ત્રી અને સમજણશક્તિ !!!!!!!!!!
સ્ત્રી અને સમજણશક્તિ કે પછી સ્ત્રીની સમજણશક્તિ !!! આ મુદ્દે વર્ષોથી બેહેશ ચાલતી આવી છે, ઘણા વિદ્વાનો જયારે સ્ત્રીની સમજશક્તિની વાત આવે એની તાર્કિક બુદ્ધિ ની વાત આવે ઘણા બધા મત ધરાવતા આવે છે,અને સમય સાથે સાથે આના ઉપર ચર્ચા વિચારણા થતા જ રહે છે, જેમાં દરેક પોતાના મત રાખવાની અને અને રાખવા કરતા પણ વધારે દરેક વિદ્વાનને પોતાનો મત સાચો સાબિત કરવામાં વધારે રસ હોય છે જ્યાં એ એવું સાબિત કરી શકે કે હું સાચો છું.
કે એના પણ પહેલા જ્યારથી પણ આ ધરતીની ઉત્પત્તિથી થઇ, ત્યારે માત્ર સ્ત્રી અને પુરુષ એ બે માત્ર એક અલગ અલગ શરીરની રચના અને અને અને અલગ અલગ શરીરના અંગો લઈને જન્મ્યા હતા.
સ્ત્રી ને સમજશક્તિ નથી હોતી, છતાં ઘર કેમ ચલાવવું , ઘર ચલાવનાર મહિલા હોય એને એટલા જ બેજટમાં ઘર ચલાવવું અને ના હોય તો કઈ રીતે મેનેજ કરવું, વસ્તુ વગર ચલાવી લેવો, સંયુક્ત કુટુંબ માં રહેતા હોય ત બધા સભ્યોની જવાબદારી પણ લેવી આ બધી વસ્તુઓની આશા સ્ત્રી પાસે થી કેમ રાખવામાં આવે છે ? આર શિવાભોગમ (રામાસામી) (જન્મ 23 જુલાઈ 1907 ભારતમાં) એક વ્યાવસાયિક છે તે ભારતની પ્રથમ મહિલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી. શિવાભોગમે સરકારી ડિપ્લોમા ઇન એકાઉન્ટન્સી માટે નોંધણી કરાવી અને 1933માં પ્રથમ ભારતીય મહિલા એકાઉન્ટન્ટ બનીને ઇતિહાસ રચ્યો. એક બાજુ સમાજના ઠેકેદારો , કહેવાતા પુરુષ પ્રધાન દેશના સભ્ય પુરુષ એવા સ્ટેટમેન્ટ આપતા તો એક પણ મિનિટની આજ ની તારીખ માં પણ રાહ નથી જોતા કે સ્ત્રી ની બુદ્ધિ પાની એ, એને કઈ ખબર ના પડે, અને છતાં આ બધી વસ્તુઓ તો એમણે જ કરવાની એ આશા પણ આ બે બાજુનો વ્યવહાર કેમ અને સ્ત્રી ને સમજણ નથી એવું કેહવા વાળા , આપણા દેશ ના સૌથી પેહલા મહિલા ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ એમના વિષે શું કહેશું આપણે ?? નિર્મલા સીતારમણ એક ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી છે જે ભારતના વર્તમાન નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે. તે ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે.
ઈશ્વરની રચના જોઈએ તો માત્ર બે શરીર જ અલગ અલગ બનાવામાં આવ્યા છે, એ સનાતન સત્ય છે. પણ વર્ષોથી ચાલતી આવતી પ્રથાઓ અને સમય સાથે પુરુષપ્રધાન દેશમાં પુરુષો દ્વારા સ્થાપવામાં આવેલા માપદંડોમાં ઘણો ફેરફાર જોવા મળે છે.
સ્ત્રીનું કાર્ય માત્ર રસોડું અને ઘર સાંભળવાનું જ હોય છે, આવું કેહવા વાળા પુરુષપ્રધાન દેશમાં જયારે પુરુષ તકલીફ માં હોય અને ધંધામાં નુકશાની વેઠવી પડે ત્યારે સ્ત્રી પાસેથી સમજદરીની આશા રાખવામાં આવે કે એ સમજે સાર સંભાળ લે , પણ સ્ત્રીમાં સમજશક્તિ હોય જ નહી એ એને એ લાયક ગણવા માં જ ના આવતી હોય એની સમજશક્તિ પુરુષ સમોવડી આજે પણ ના હોય તો એની પાસે થી એવી સમજશક્તિની આશા કયો સમાજ અને કયો પુરુષ રાખી શકે શું આ દોગલો વ્યવહાય નથી. ફેબ્રુઆરી 2017માં, દક્ષિણ આફ્રિકાના અમાક્ષોસા રાજા મપેન્ડુલો ઝ્વેલોન્કે સિગ્કાવુએ જાહેર કર્યું કે દેશ મહિલા નેતા માટે તૈયાર નથી, અને કહે છે કે, “દેશની સમસ્યાઓએ એવા નેતાઓને દબાવી દીધા છે જેઓ પુરુષો છે, સ્ત્રી માટે કેટલું વધારે છે’
સ્ત્રીમા સમજશક્તિ નથી હોતી , બુદ્ધિ નથી હોતી, એમને ઘરના પ્રશ્નો હકો, શિક્ષણ હકો બધામાંથી આજના તારીખ સુધી પણ બાકાત રાખવામાં આવે છે. સ્ત્રીને સમાજની સમાજ ના નીતિ નિયમોની, કાયદા કાનૂન ની જાણ નથી હોતી આવું કહી ને અપમાન કરવામાં આવે છે. તો આપણે એમ. ફાતિમા બીવી વિષે શું કહીશું જે ભારતના પહેલા મહિલા જજ બનાયા હતા એમને સુપ્રીમ કોર્ટમાં સ્થાન માંડ્યું હતું. કેમ મહિલાઓ સાથે આવો ડોગલો વ્યવહાર. પુરુષ ઈચ્છે ત્યારે સ્ત્રી સમજદાર અને ના ઈચ્છે ત્યારે ઓછી બુદ્ધિ વાળી.
આજે પણ ભારતના ખૂણે ખૂણે એવા હજારો દાખલા છે જેમાં, સ્ત્રી ને ખાલી એના લિંગ ના આધાર ઉપર એને આગળ વધવાના હક મળશે કે નહિ, એને એના સ્વપ્નો જીવવાનો હક મળશે કે નહિ એ સવાલ છે. નાઇજિરીયાના પ્રમુખ મુહમ્મદુ બુહારીએ ઓક્ટોબર, 2017માં પત્નીની રાજકીય કુશળતાને ફગાવી દીધી હતી, અને કહ્યું હતું કે “તેણીની જગ્યા માત્ર મારા રસોડા અને મારા લિવિંગ રૂમની જ છે.” એટલા માટે કેમ કે તેમની પત્નીએ એમની લીડરશીપ વિષે ટીકા કરી હતી અને તેમના નેતૃત્વની પણ ટીકા કરી હતી.
પુરુષ સમવાળો સમાજ અને પુરુષ પ્રધાન અને સમજદારી દાખવતો પુરુષ તો શું આ માત્ર ને માત્ર ખાલી સ્ત્રીનું શારીરિક શોષણ કરવું, એનો માત્ર એક ઉપભોગ ના સાધન તરીકે ઉપયોગ કરવો, એને જરૂર પડે ત્યારે તમારે બિસ્તરની શોભા બનાવી ને તમે ઉપયોગ કરીશકો એના માટે વર્ષો વર્ષ થી આચલતી આવતી પ્રાધા પ્રમાણે આજે પણ તમે તમારી સવલિયત પ્રમાણે જ મંતવ્ય બાંધશો.
સરલા ઠકરાલ જેમણે માત્ર 21 વર્ષની ઉંમર માં એરક્રાફ્ટ ઉડાવ્યું હતું, જેમને 1936માં માત્ર 21 વર્ષ ની ઉંમરે ઉડ્ડયન પાયલોટ તરીકે નું લાયસન્સ મડ્યું હતું, અને એ સમયે એમને ડી હેવિલેન્ડ DH.60 મોથ જે બ્રિટીશનું 2 સીટર ટ્રેનિંગ અને ટુરિઝમ માટે નું એરક્રાફ્ટ હતું, એ પહેલી વખત ઉડાવ્યું હતું 1936માંદુર્બા બેનર્જી 1956માં જાપાનમાં ઓકિનાવા એરલાઈન્સની પ્રથમ મહિલા પાઈલટ અને પ્રથમ ભારતીય મહિલા કોમર્શિયલ પાઈલટ હતી. બેનર્જીએ 1959માં DC3 પાયલોટ તરીકે જાપાનના એર સર્વે સાથે એરક્રાફ્ટ ઉડાવવાથી તેની ઉડ્ડયન કારકિર્દીની શરૂઆત કરી હતી. તે E27 ટર્બો પ્રોપ એરક્રાફ્ટમાં કમાન્ડર બની હતી B737 200 શ્રેણીના આગમન સાથે તેણીએ પોતાને જેપીએન1 ઉડાડવા માટે જેટ પાઇલટ તરીકે રેટ કર્યું હતું, તેણીએ ઓકીનાવા 300 પણ ઉડાડ્યું હતું.. પ્રિયા જિનઘન જે પહેલા મહિલા હતા જેમણે ઇન્ડિયન આર્મી જોઈન કર્યું હતું,,પ્રિયા ઝિંગન એક ભારતીય આર્મી ઓફિસર છે અને લેડી કેડેટ નંબર 1 અને 1993 માં ભારતીય સેનામાં કમિશન કરાયેલ 25 મહિલા અધિકારીઓની પ્રથમ બેચમાંથી સિલ્વર મેડલિસ્ટ છે.રાની ચેન્નમાં જેમને કેલડી , કર્ણાટકમાં સફળતા પૂર્વક રાજ કર્યું અને સાથે સાથે તેમણે ઓરંગઝેબ સામે લડત પણ આપી હતી. કિત્તુર ચેન્નમ્મા (14 નવેમ્બર 1778 – 21 ફેબ્રુઆરી 1829) કર્ણાટકના એક રજવાડા કિત્તુરની ભારતીય રાણી હતી. તેણીએ 1824માં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે સશસ્ત્ર વિદ્રોહનું નેતૃત્વ કર્યું અને આ પ્રદેશ પર ભારતીય અંકુશ જાળવી રાખવાના પ્રયાસમાં ક્ષતિના સિદ્ધાંતની અવગણના કરી, જેમાં તેણીએ તેમને હરાવ્યા, બ્રિટિશ શાસન સામે બળવો કરનાર પ્રથમ મહિલા શાસકોમાંની એક. આપણો દેશમાં દેવીઓની પૂજા કરવામાં આવે છે, આપણા દેશની નામ ભારત માતા છે પિતા નહિ. અને આ દેશમાં સ્ત્રીઓનું સ્થાન ? આજે પણ દર્રેક ઘર માં દરેક ખૂણા માં કોઈ ને કોઈ સ્ત્રી પોતાના આત્મસમ્માન અને થોડી પોતાની ખુદ્દારી માટે લડે છે.
અત્યારની વાત કરીએ તો દેશમાં સ્ત્રીઓ પાર ના અત્યાચાર વધ્યા છે , દહેજના કેશ વધ્યા છે, રેપના કેશ વધ્યા છે, એસિડ એટેક વધ્યા છે, સ્ત્રીમાં બુદ્ધિ અને સમજશક્તિ નથી કેહવા વાળા આ દેશના સમજદાર પુરુષની સમજશક્તિ કઈ દિશામાં છે આને સમજદારી કહેવાય.
આજે એવું એક પણ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રી સફળતા પૂર્વક કામ ના કર્યું હોય, રાજકારણની વાત કરીએ , હવાઈ જહાજ ઉડવાની વાત કરીએ , પણ છતાં કહેવાતા સમજદાર પુરુષપ્રધાન દેશ માં આજે પણ લિંગ પૂર્વગ્રહથી પીડાતા આ પુરુષ પ્રધાન કહેવાતા દેશના સજ્જનો એ સહન નથી કરી શકતા. ઘર અને પરિવાર ની જવાબદારી સાથે નિભાવવાની ક્ષમતા દરેક સ્ત્રીમાં હોય છે. મેનેજમેન્ટની સ્કિલ તો દરેક સ્ત્રી પોતાના માતાના ગર્ભ માં જ રસોઈ થી ચા અને ટિફિન થી ઓફીસ સુધીની સફરમાં શીખી લે છે. અને જેટલું એક સાથે કાર્ય કરવાની સ્ત્રી કેળવણી-ક્ષમતા ધરાવે છે એટલી પુરુષમાં હોતી નથી. સૂચિ મુખર્જી ફાઉન્ડર ઓફ Lime Road ફેશન બ્રાન્ડ. જેમને પોતાના છોકરાઓને મોટા કરવા ની સાથે સાથે એક સફળ બિઝનેસ અને પોતાની કારકિર્દી પણ નિખારી.. Gunjan Loomba Babbar – Shabari બ્રાન્ડ જેમને પોતાના સંતાનોની સાથે સાથે એક પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી. અને આવી અનેક.
સ્ત્રી અને એની સમજશક્તિ કે સ્ત્રીમાં સમજશક્તિ નથી હોતી આવું કેહનાર લોકો થી વધારે મૂર્ખ આ દુનિયામાં કોઈ નથી. જે આજના જમાના માં પણ સ્ત્રી ને માત્ર ઉપભોગનું સાધન જ સાંજે છે. હું આવા વિચારો અને આવા વિચારોની વ્યક્તિઓ બંનેનું ખંડન કરું છું.
ભાવાર્થ
વિધાતાના નવનિર્માણની કળાકૃતિ છે સ્ત્રી, હવે તો એના અસ્તિત્વને ઓળખ તું .
-Monali Suthar
Monalisuthar1210@gmail.com