સ્ત્રી નામના વ્યક્તિત્વમાં કાયા પ્રવેશ
- Home
- સ્ત્રી નામના વ્યક્તિત્વમાં કાયા પ્રવેશ
ઇવ થી લઇ સીતા, જશોદા , સાવિત્રી , પૂતના , હિડમ્બા , દ્રૌપદી કે આજના યુગમાં જાંસી ની રાણી , ઇન્દિરા ગાંધી, ઈન્દ્રાણી કે ઈન્દ્રાણી બહોરા, કે કલ્પના ચાવલા….. વિવિધ રંગોનો ભરપૂર માહોલ એટલે કદાચ કહેવાતી સ્ત્રીની કાયા કે વ્યક્તિત્વ. સ્ત્રી વિષે ઘણું લખાણું છે પણ છતાંય ઋગ્વેદમાં કહેવાયું છે એમ કે ભગવાન શંકર પણ સ્ત્રી ને આજ સુધી નથી ઓળખી શક્યા.
સ્ત્રીની કાયા ક્યારેક રસપ્રચુર છે તો ક્યારેક નિરશ છે. સ્ત્રીની અંદર શંકુતલાના દેહ લાલિત્યની સાથે રાક્ષસી પૂતનાનું કદ સ્વરૂપ પણ એમાં જ સમાયેલું છે. ચારિત્ર્યની અગ્નિપરીક્ષા આપતી સીતા હોય કે ઋષિઓના તપ ભંગ કરનારી અપ્સરા મેનકા હોય, આ પણ એક સ્ત્રીનું જ રૂપ છે. જિંદગીના નવે નવ રસનું એક સાંપ્રત ઉદાહરણ એટલે કદાચ સ્ત્રીની કાયા કે એનો આત્મા.
રશિયન મનોવૈજ્ઞાનિક દોસ્તો વેસ્કી એ ઘણા વર્ષોના રિસર્ચ બાદ પ્રગટ થયેલા એના રિસર્ચ પેપરમાં એમને એમણે કહ્યું છે કે ” સ્ત્રીની અંદર લાગણી, , કામ , હાસ્ય, બચપણ, પુરુષથી અઢી ઘણું વધારે છે ”. એટલે જ કદાચ કોઈ પણ સ્ત્રી રાણી લક્ષ્મીબાઈ બની શકે છે અને ક્યારેક મુમતાઝ મહેલ પણ બની શકે છે.
લાગણીમાં તણાઈ જવું એ કોઈ પણ સ્ત્રીનો કાયાનો મૂળભૂત સ્વભાવ છે. છેતરાયા બાદ બીજી વાર, દસમી વાર કે હજારો વાર લાગણીમાં તણાઈ જવું એ પણ સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ છે. આ કોઈ મૂર્ખતાનું ઉદાહરણ નથી, પણ સ્ત્રી કોઈને ચાહે કે પ્રેમ કરે એ છેતરાતા હોય એની જાણ હોવા છતાં એ છેતરાય છે, આ પણ સ્ત્રીના સ્વભાવનું એક ઉદાહરણ છે. પ્રશ્ન થાય કે સ્ત્રીને મૂર્ખ ગણવી કે પ્રેમ કરનારી સન્માનીય નારી ગણવી કે આજની ભાષામાં લેસ કેલ્ક્યુલેટિવ ગણવી ? પુરુષની અંદર બદલાવ લાવવાની ક્ષમતા કેવળ સ્ત્રીમાં જ છે. ઠંડી છાશ નો હાશકારો કોઈ પણ પુરુષને એની બહેનને સુખી જોયા પછી જ અનુભવાય છે. વડલાની નીચે ઠંડી હવામાં સુવાનું સુખ કદાચ માંના ખોળામાં જ અનુભવાય છે. થાક , કંટાળો, નિરશતા વગેરે ભાવો દૂર કરવામાં બેડરૂમની અંદર પત્નીનો બહુ મહત્વનો રોલ હોય છે. સ્ત્રી વગર માત્ર પુરુષ જ નહિ , સર્વે નિરર્થક છે.
આજના દોડધામવાળા સમયમાં નોકરી, ઘર, વ્યવહારો, સંબંધો કે પછી સુખ-દુઃખમાં સાથ આ માત્ર સ્ત્રીની કાયા જ કરી શકે છે. પુરુષ તો પહેલેથી અભિમાની , નાગો અને બેફીકરા સ્વભાવનો છે. સમાજનું સુનિયોજિત સંચાલન અને સામાજીક નીતિનિયમો જાળવવામાં સ્ત્રીનું મહત્વનું યોગદાન છે. ઘરના પગલુંછણિયાથી લઇ તિજોરી સુધી સારસંભાળ પુરુષ કરતા સ્ત્રી સારી રીતે રાખી શકે છે. સ્ત્રીનું હૃદય કોમળતાની સાથે સાથે પ્રેક્ટિકલ પણ છે. સ્ત્રી નામની કાયા ચાહે તો પોતાના જીવનમાં સો નર શ્રેષ્ઠને પણ પ્રવેશ આપી શકે અને ચાહે તો એકલવાયું શાંતિપૂર્વકનું જીવન પણ જીવી શકે. સ્ત્રીની અંદર કામ છે એટલો જ સંન્યાસ છે. દુનિયાની અંદર જો કોઈ બેરોમીટર સ્ત્રીની સંપૂર્ણ કાયાને જાણવા માટે બને તો સ્ત્રી પુરુષથી ચઢિયાતી છે અથવા તો સમક્ષ છે એવી જાહેરાતોના બેનરો ન છપાવવા પડે.
આદિકાળથી સ્ત્રીને સમાજે હંમેશા મર્યાદામાં રહેવાનું શીખવાડ્યું છે. આ મર્યાદા પુરુષને જીવનમાં ગમે તે કરવાનો હક આપતી હોય એવું પણ લાગે. મર્યાદાથી સ્ત્રીનું ચારિત્ર્ય કદાચ અકબંધ જળવાયું છે, અને પુરુષનું સ્વચ્છંદીપણું વધતું જ ગયું છે. પણ આ સમાજ એ ભૂલી જાય છે કે સ્વચ્છદી પણા માંથી ઉઘરનાર અને જીવન વ્ય્વસ્થિત રીતે જીવાડનાર એક સ્ત્રી જ હોય છે. સ્ત્રીના રૂપ અનેક હોઈ શકે માતા, બહેન, પત્ની, મિત્ર , શત્રુ એક્સ ગર્લફ્રેન્ડ કે પછી કે દુભાયેલી કોઈ સ્ત્રી શત્રુ. સ્ત્રી ત્યાં સુધી કોઈને પરેશાન નથી કરતી જ્યાં સુધી એની જીવનશૈલીમાં કોઈ અડચણ ના આવે. મહ્ત્વકાંક્ષી સ્ત્રીઓનો સ્વભાવ પુરુષ કરતા વધારે જનુની અને જિદ્દીપણાની નિશાની બતાવે છે. કોઈપણ સ્ત્રીને દબાવવા માટે પુરુષની અંદર રહેલો મૂળભૂત ગુણ પોતાની શક્તિનો પરિચય છે, પણ એ જ પુરુષ ભૂલી જાય છે કે શક્તિવિહીન થવા માટે બે પગ વચ્ચે સ્ત્રીની એક લાત જ કાફી છે.
ભાવાર્થ : નારી નામની કાયામાં પ્રવેશ કરવો એ અત્યંત સરળ પણ છે અને દુર્લભ પણ છે, કારણ કે નારી વિચારોથી, મનથી, તરંગથી ક્યારેક ‘’Mood Swinger’’ પણ છે અને સાથે દીર્ઘ દ્રષ્ટીવાળી ગંભીર અને જિદ્દી પણ છે. નિખાલસતાથી જેવી હોય એવી કોઈ પણ નારીનો સ્વીકાર એજ એનામા કાયા પ્રવેશ છે.